ARAVALLIMEGHRAJ

મેઘરજ : વૈડી કમાન્ડ એરિયામાં સિંચાઈ સમિતિ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : વૈડી કમાન્ડ એરિયામાં સિંચાઈ સમિતિ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

ડીએસસી મેઘરજ ફિલ્ડ એરિયાના વૈડી કમાન્ડ એરિયામાં આજ રોજ સિંચાઈ સમિતિ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ પ્રસંગે મુખ્યત્વે સ્થાનિક સમિતિઓ અને સરકારી વિભાગો વચ્ચે સંકલન, નહેરની સ્થિતિ અંગે જાગૃતિ, તેમજ નહેરના પાણીનો યોગ્ય અને વ્યવસ્થિત ઉપયોગ થાય તેવા પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી. ઉપરાંત આગામી વર્ષે યોજાનારી કામગીરી માટે જરૂરી આયોજન અને દિશાનિર્ધારણ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો.

કાર્યક્રમ દરમિયાન મેઘરજ યુનિટના ટીમ લીડર કેતનભાઈ, નંદુભાઈ, ચેતનભાઈ, મેહુલભાઈ, તેમજ ભગવતીબહેન, પ્રાચીબહેન અને જસોદાબહેન ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઉપસ્થિત લોકોને વિગતવાર માહિતી આપી અને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું.આ ઉદ્ઘાટન સાથે વિસ્તારના ખેડૂતોને સિંચાઈ વ્યવસ્થામાં વધુ પારદર્શકતા અને સગવડો મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!