GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ખરસાલીયા પાસે બાઇક ઉપર જતા ઈસમની બાઇક ને સામેથી ટક્કર મારી નાસી જનાર બાઇક ચાલક સામે ફરિયાદ

 

તારીખ ૦૪/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામે ઘોડા ફળિયામાં રહેતા અને બાગાયત કેન્દ્ર મા નોકરી કરતા કાળુસિંહ અનોપસિંહ ચૌહાણ ગત તા ૦૨/૦૮ ના રોજ સવારે પોતાની મોટરસાયકલ લઈને વેજલપુર કામ અંગે નીકળ્યા હતા ત્યાંથી તેઓના ભત્રીજી ને પાછળ બેસાડી પરત ફરતા હતા ત્યારે ખરસાલીયા નવા ધરો પાસે સામેથી એક મોટરસાયકલ ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની મોટરસાયકલ હંકારીને ટક્કર મારી દેતા કાળુસિંહ તથા પાછળ બેઠેલા સુમિત્રાબેન રોડ ઉપર પડી ગયા હતા જેમાં કાળુસિહ ને જમણા હાથે, જમણા પગે નળા ના ભાગે અને થાપાના ભાગે ઈજાઓ પહોંચી હતી મોટરસાયકલ ચાલક પ્રદીપસિંહ ઊર્ફે રમેશ ગીરવતસિહ સોલંકી રે ભાણપુરા અકસ્માત કર્યા બાદ ત્યાંથી નાસી ગયો હતો જેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વેજલપુર પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!