MALIYA (Miyana:માળીયા નજીક બસ ધિમી હકાવાનુ કહેતા યુવકને ત્રણ શખ્સોએ મારમાર્યો
MALIYA (Miyana:માળીયા નજીક બસ ધિમી હકાવાનુ કહેતા યુવકને ત્રણ શખ્સોએ મારમાર્યો
અમદાવાદ શહેરમાં રહેતા યુવકે પોતાના સાસુ સાથે ટ્રાવેલ્સ બસમાં કચ્છ થી અમદાવાદ આવતો હોય તે વખતે માળિયા તાલુકાના હાઈવે પર આવેલ સૌરાષ્ટ્ર ગાંઠીય રથ નામની હોટલ નજીક પહોંચતા બહ ધીમ હંકારવાનુ કહેતા આરોપીઓએ યુવક સાથે બોલાચાલી કરી ગાળો આપી સૌરાષ્ટ્ર ગાઠીયા હોટલના વોસરૂમ પાસે બોલાવી માર માર્યો હોવાની કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદ ફરીયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરથી ૦ નંબરથી ફરીયાદ આવતા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં આવેલ ભીલવાસ પરીક્ષીતલાલ નગર દાણીલીમડામા રહેતા રમેશભાઇ ભીખાભાઈ દાફડા (ઉ.વ.૩૨) એ આરોપી અસ્લમ (ડ્રાઈવર) રહે. આદિપુર કચ્છ તથા તેની સાથે બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદમા ફરીયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરથી ૦ નંબરથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આવતા ફરીયાદ દાખેલ કરેલ છે જેમા ફરીયાદીએ જણાવ્યું છે કે ફરીયાદી તેમના સાસુ કમળાબેન સાથે પવન ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર MP-44-ZE- 9999 માં કચ્છથી અમદાવાદ આવતો હતો તે વખતે બસ મોરબી જીલ્લા માળીયા.મી. તાલુકાના હાઇવે પર આવેલ સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ નામની હોટલથી એકાદ કીલોમીટર આગળ પહોચતા બસના ડ્રાઇવર અસ્લમને બસ ધીમી હંકારવાનુ કહેતા તેણે ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝગડો કરી ફરીયાદીને ગંદી બીભત્સ ગાળો બોલી તેના મિત્રોને ફોન કરીને ફરીયાદીને સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ નામની હોટલ ખાતે બોલાવી હોટલના વોસરૂમ આગળ ડ્રાઇવર અસ્લમે ફરીયાદીને લાતો ફેટોનો ગળદા પાટુનો માર મારેલ તથા તેણા મીત્રોએ લાકડાના દંડાથી માર મારતા ફરીયાદીને શરીરે ડાબા પગે તથા ડાબા હાથે માર મારી મુંઢ ઇજા કરેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.