GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
આનંદદાયી શનિવાર અન્વયે કાલોલ કુમાર શાળા ખાતે ગરબા મહોત્સવ ઉજવાયો.
તારીખ ૨૭/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આદ્યશક્તિ ની વંદના આરાધના અને પૂજા માટેનું પર્વ નવરાત્રી હાલ પૂર જોશમાં ચાલી રહી છે માતાજીના મંડપ ડેકોરેશન સાથે કાલોલ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માં અંબાની આરાધના સાથે નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ તારીખ 27મી સપ્ટેમ્બર કાલોલ કુમાર શાળા ખાતે આનંદદાય શનિવાર અંતર્ગત બાળકો કાલોલ કુમાર શાળાનું સ્ટાફ એસ એમ સી મિત્રો અને તાલીમાર્થી શિક્ષકો તમામે ઉત્સાહભેર ભાગ લઈ ગરબા ની રમઝટ જમાવી ગરબે ઘુમતા તમામ બાળકોને ગરબા ટીમલી રમીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો એકંદરે આનંદદાય પ્રવૃત્તિનો આશય સિદ્ધ કરવાના અનેરો ઉલ્લાસ રહ્યો હતો.