MEHSANAVIJAPUR

વિજાપુર ધી ફોરવર્ડ હાઇસ્કૂલ અને પ્રાથમિક શાળા માં નવરાત્રી પર્વ ની ઉજવણી ના ભાગ રૂપે ગરબા મહોત્સવ ઉજવાયો દરેક કોમ ના બાળકોએ ગરબા માં ભાગ લઈ ને લોકોને એકતા નો સંદેશો પાઠવ્યો

વિજાપુર ધી ફોરવર્ડ હાઇસ્કૂલ અને પ્રાથમિક શાળા માં નવરાત્રી પર્વ ની ઉજવણી ના ભાગ રૂપે ગરબા મહોત્સવ ઉજવાયો
દરેક કોમ ના બાળકોએ ગરબા માં ભાગ લઈ ને લોકોને એકતા નો સંદેશો પાઠવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ધી ફોરવર્ડ હાઇસ્કૂલ અને પ્રાથમિક શાળા માં નવરાત્રીના પર્વ ની ઉજવણી ના ભાગ રૂપે શાળાના પટાંગણ માં ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં ભણતા બાળકો એ અલગ અલગ વેશભૂષા કરી તેમજ ગરબા માં ભાગ લઈને લોકોને એકતા નો સંદેશ આપ્યો હતો. કે.જી થી લઇ ધોરણ 1 થી 12 ના શાળા બાળકોએ ગરબા મહોત્સવ માં ભાગ લીધો હતો. ઉચ્ચતર માધ્યમિક શાળા ના પ્રિન્સીપાલ સ્મિતા બેન અને પ્રાથમિક શાળાના આચાર્ય પુષ્પા બેન પટેલે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં નવરાત્રી પર્વ ને લઈ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. શાળામાં ભણતા બાળકો ને ભારત દેશની પ્રાચીન સંસ્કૃતિ જળવાય અને તહેવાર ની મહત્તા સમજાય તે માટે આ કાર્યક્રમ રાખવા મા આવ્યો હતો. શાળામાં દરેક કૌમના બાળકો શાળામાં ભણે છે. દરેક બાળકો એ આ ગરબા મહોત્સવ માં ભાગ લઈને દેશ ના લોકો ને એકતા નો સંદેશ પોહચાડ્યો છે. શાળામાં માતા જગદંબા અને માતા સરસ્વતી ને દેશની એકતા અખંડિતા જળવાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!