GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાના તળાવો સૌની યોજના અંતર્ગત ભરવા ઉઠી માંગ

તા.22/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સૌની યોજના અંતર્ગત તળાવો ભરવાની હવે માંગ છે તે ઉગ્ર બનતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટો લાભ નર્મદાની કેનાલોનો ખેડૂતો અને પિયત માટે સ્થાનિક લોકો લઈ રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગરમાં એક તરફ છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાયો છે ત્યારે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ છે બીજી તરફ તળાવો પણ હજુ ખાલી ખમ પડ્યા છેવખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના તળાવો ખાલી પડ્યા છે જેને લઇને ખેડૂતોને કપાસ સહિતના પાકો સુકાઈ રહ્યા છે ત્યારે તે સિંચાઈ માટે પણ પાણી નથી લઈ શકતા અને પીવાના પાણીની સમસ્યા પણ સર્જાય છે સૌની યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ધોડી ધજા ડેમથી ગ્રામીણ વિસ્તારો સુધી પાઇપલાઇનનો નાખવામાં આવી છે ત્યારે ગ્રામીણ વિસ્તારોના તળાવો ખાલી પડ્યા છે વરસાદ ખેંચાતા સિંચાઈના પાણીની સમસ્યાની પણ હવે ખેડૂતોને જરૂર પડી છે તેવા સંજોગોમાં સૌની યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના તળાવ ભરવાની માંગ ઉઠવા પામી છે સિંચાઈ વિભાગ અને તંત્ર દ્વારા નિર્ણય કરી મુળી તાલુકા સહિતના જે ગામડાના તળાવો ખાલી છે કે તાત્કાલિક ભરવામાં આવે તે પ્રકારની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે આ ગામોના તળાવ ભરાઈ જાય તો ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી મળી રહે અને પીવાના પાણીની સમસ્યા પણ ગ્રામીણ વિસ્તારમાં હલ થાય તેવી પરિસ્થિતિ છે..

Back to top button
error: Content is protected !!