હાલોલ:સાયબર ક્રાઇમનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી હાલોલ ટાઉન પોલીસ,આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી કાર્યવાહી હાથ ધરી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા .૨૭.૯.૨૦૨૫
પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનનરીક્ષક આર.વી.અસારી તથા પંચમહાલ જીલ્લાનાં પોલીસ અધિક્ષક ડૉ.હરેશભાઇ દુધાત નાઓએ અત્રેના જીલ્લામાાં સાયબર ક્રાઇમના ગુન્હાઓ બનતા અટકાવવા તથા સાયબર ક્રાઇમના ગુન્હાઓ ડીટેકટ કરવા સારૂ આપેલ સુચના આધારે હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડનાઓના માગગદર્ગન હેઠળ હાલોલ ટાઉન પોલીસ પીઆઈ આર.એ.જાડેજા નાઓએ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના સવેલન્સ ટીમના પોલીસ સબ ઇન્પેકટર જે.બી.ઝાલા તથા સવેલન્સના પોલીસ માણસોને હાલોલ ટાઉન પો.સ્ટે.વિસ્તારના સાયબર ક્રાઇમના ગુન્હાઓ અનડીટેકટ ગુન્હોઓ ડીટેકટ કરવા યોગ્ય માગગદર્ગન આપેલ હોય જે આધારે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના સવેલન્સ ટીમના માણસોએ અલગ અલગ ટીમો બનાવી તથા ટેકનીકલ એનાલીસીસ દ્રારા આરોપી અરવિંદભાઇ ઉર્ફે ટપુ રામાભાઇ વણકર રહે.ધામણીયા ગામ વણકર ફળીયુ તા.લુણાવાડા જી.મહીસાગર નાઓને અમદાવાદ ખાતેથી પકડી પાડી હાલોલ ટાઉન પો.સ્ટે.માં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી આરોપીને જેલ ના હવાલે કર્યો હતો છે જેમાં આરોપી ખેડુતોનો ટેલીફોનીક સંપર્ક કરી સબસીડી તથા લોનવાળી હકીકત જણાવી સસ્તા ભાવે ટ્રેક્ટર ટ્રોલી અપાવાનુાં કહી છેતરપીાંડી કરતો હોવાનું સામે આવ્યુ હતુ જેથી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.