સમસ્ત મહેતા પરિવાર પ્રજાપતિ સમાજનો પરિચય ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું..
નવાબી નગરી રાધનપુર ખાતે શ્રી અંબાજી માતાજી મંદિર કડિયા વાસના પટાંગણમાં સમસ્ત મહેતા (મેતર) પરિવાર પ્રજાપતિ સમાજના પરિચય ગ્રંથનું વિમોચન બારોટ દિનેશભાઈ ના અધ્યક્ષ સ્થાને તા. ૨૬/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું.
સમસ્ત મહેતા પરિવાર પ્રજાપતિ સમાજનો પરિચય ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું..
નવાબી નગરી રાધનપુર ખાતે શ્રી અંબાજી માતાજી મંદિર કડિયા વાસના પટાંગણમાં સમસ્ત મહેતા (મેતર) પરિવાર પ્રજાપતિ સમાજના પરિચય ગ્રંથનું વિમોચન બારોટ દિનેશભાઈ ના અધ્યક્ષ સ્થાને તા. ૨૬/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું.અધ્યક્ષ અને વિમોચનકર્તા દિનેશભાઈ બારોટ,રમેશભાઈ પ્રજાપતિ- ગાંજીસર,દિનેશભાઈ પ્રજાપતિ- નાનાપુરા- હાલ અમદાવાદ, ભગવાનભાઈ પ્રજાપતિ- રાધનપુર,નાનજીભાઈ પ્રજાપતિ ઊંડાઈ સહીત મહેતા પરિવાર પ્રજાપતિ સમાજના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.શિલ્પી બુરેઠાએ શાબ્દિક શબ્દો દ્વારા આયોજકો પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી મહેમાનોનું સન્માન કરી સમસ્ત મહેતા (મેતર)-પરિવાર પ્રજાપતિ સમાજના પરિચય ગ્રંથ પ્રથમ આવૃત્તિનું વિમોચન દિનેશભાઈ બારોટ સહીત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરાતા તાળીઓના ગડગડાટ વચ્ચે સભા મંડપ ગુંજી ઉઠ્યો હતી. પ્રાસંગિક પ્રવચન કરતા દિનેશભાઈ બારોટે જણાવ્યું હતું કે “આ ગ્રંથ એ સમાજના એક એક જણના હૃદય સુધી પહોંચવાનો સેતુ બની રહેશે.સમાજની એકતા, અખંડીતતા,સાંસ્કૃતિક વારસાની જાળવણી, યુવાનોને પથદર્શક બનવાનું કામ કરશે.પ્રજાપતિ સમાજ જે મૂળ ક્ષત્રિય છે અને તેમાં ચૌહાણ શાખાના ક્ષત્રિયોમાંથી માટીનું કર્મ કરી સમાજને ઓળખાણ આપનાર કુળ એટલે મહેતાકુળ….મહેતા પરિવારનું વત્સ ગોત્ર છે તેઓ મૂળ રાજસ્થાનના સંભરગઢથી નીકળ્યા અને ચાંપાનેર થી ખદલપુર મુકામે આવ્યા અને ખલદપુરા શાખથી ઓળખાણા. સંવત ૧૫૦૭ ના વર્ષે ખદલપુર ગામથી રાધનપુરમાં રૂપાબાપા આવ્યા અને સંવત ૧૫૫૧ થી રૂપાબાપા ખૂબજ તેજસ્વી તેમજ સમર્પણનો ભંડાર હતા એ વખતે તેમને રાધનપુરના નવાબ બલોચ નવરંગખાને વઢીયારના આઠ પરગણાની નાતનો વહીવટ શેઠાઈ (મહેતા પણું) સોપ્યું ત્યારથી મહેતા શાખથી ખોળખાણા કુંભારોની નાત મહાજનમાં જમે ખેતરમાં ડલીયાં પસાયતા (ભેટ) કરી આપ્યા હેમનો ગડો કરી આપ્યો ચડવા ઘોડીની ભેટ આપી તેમજ મહેતાનું અપભ્રંશ થઈ મેતર તરીકેની અટકથી ઓળખાય છે. “સમાજના પરિચય ગ્રંથમાં સલાહકાર તરીકે વીરૂભાઈ પ્રજાપતિ-જારુસા,મફતલાલ પ્રજાપતિ-વાંસા,રઘુભાઈ પ્રજાપતિ-ગાંજીસર,પરાગભાઈ પ્રજાપતિ-નાનાપુરા,નાનજીભાઈ પ્રજાપતિ-ઊંડાઈ,કાંતિભાઈ પ્રજાપતિ-પાટણ તથા પુસ્તક નિર્માણમાં અલ્કેશભાઈ પ્રજાપતિ પાટણ-વાંસાવાળા, ભરતભાઈ પ્રજાપતિ દાબેલી થરા- કુંભાણા, દશરથભાઈ પ્રજાપતિ પાટણ- નાણોટા સહીત સમાજનાયુવાનો તથા વડીલોનો સહકાર સાંપડ્યો છે.આ પાવન અવસરે મંડપના દાતા રમેશભાઈ રઘુભાઈ- ગાંજીસર,બપોરના ભોજન પ્રસાદના દાતા દિનેશભાઈ મંજીભાઈ નાનાપુરા-અમદાવાદ, સાંજના ભોજનના દાતા ભગવાનભાઈ શીવાભાઈ- રાધનપુર તરફથી આપવામાં આવેલ.કાર્યક્રમનું સફળ સંચાલન ‘શિલ્પી’ બુરેઠા રમેશકુમાર એ.પ્રજાપતિ એ આભાર વિધિ મફતલાલ પ્રજાપતિએ કરેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 98795 21530