તા. ૨૭૦૯૨૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં “જાતિય અને પ્રજનન આરોગ્ય તરફ એક પગલું” વિષયક મીટીંગ સફળતાપૂર્વક યોજાઈ
દાહોદ ખાતે SARTHI ટ્રસ્ટ (Social Action for Rural and Tribal Inhabitants of India) અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી “જાતિય અને પ્રજનન આરોગ્ય તરફ એક પગલું” વિષયક મીટીંગ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.આ મીટીંગમાં ખાસ કરીને Comprehensive Abortion Care (CAC) તથા જાતિય અને પ્રજનન આરોગ્ય અધિકારોથી સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેનું મુખ્ય લક્ષ્ય દાહોદ જિલ્લાના આરોગ્ય વ્યવસ્થામાં સ્ત્રી સ્વાસ્થ્ય અને નિર્ણય લેવામાં તેમનો સક્રિય હક્ક સુનિશ્ચિત કરવો એ હતો.આ દરમ્યાન તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, તાલુકા આર.બી.એસ.કે. નોડલ, C.H.O. નોડલ, એમ.ટી.પી. તાલીમ પ્રાપ્ત તબીબો, પ્રાઇવેટ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ તેમજ સારથી સંસ્થાના અધિકારી-કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.