AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથકે દારૂના ગુનામાં ત્રણ માસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાનાં સૂચના મુજબ આહવા પોલીસ મથકનાં પી.આઈ.મહેશભાઈ ઢોડિયાની ટીમે પોલીસ સ્ટેશનનાં વિવિધ ગુનાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓની શોધખોળ કરવાની કવાયત હાથ ધરી હતી.તેવામાં ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથકે છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આહવા પોલીસને સફળતા મળી છે.આહવા પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,આહવા પોલીસ મથકે દારૂના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિશાલભાઈ સુક્રામભાઈ ચૌરે (રહે. વાર્સા તા. સાક્રી જી.ધુલિયા મહારાષ્ટ્ર) લશ્કર્યા ત્રણ રસ્તા પાસે ઊભો છે.જે બાતમીના આધારે આહવા પોલીસની ટીમે આરોપી વિશાલને ઝડપી પાડ્યો હતો.તેમજ આહવા પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!