અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરમાં માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યાને નિવારવા પાલિકા અને પોલીસ તંત્ર નિષ્ફળ.
રેન્જ આઇ.જી અને પોલીસવડાના સુચનનું TRB અને પોલીસ કર્મીઓ પાલન ન કરી શકતા હોય તેવો ઘાટ
મોડાસા શહેરના ડીપ વિસ્તારથી કોલેજ સુધીની જૂની ટ્રાફિક સમસ્યા ને નિવારવા તંત્ર નિષ્ફળ રહ્યું છે.તાજેતરમાં રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહની અધ્યક્ષતામાં એક લોક દરબાર યોજાયો હતો.આ લોક દરબારમાં જાગૃત નાગરિકોએ ટ્રાફિક ને લઈ રજુઆત કરી હતી પરંતુ શું ? રેન્જ આઇ.જી અને પોલીસવડાના સુચનનું TRB અને પોલીસ કર્મીઓ પાલન ન કરી શકતા હોય આમ જનતાની તો શું વાત કરવાની,ટ્રાફિકને નિવારવા સ્પેશ્યલ TRB જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ TRB જવાનો શુ કરે છે જેવા અનેક સવાલો ઉઠ્યા છે.લોકો પારાવાર ટ્રાફિક સમસ્યા નો સામનો કરી છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી એ નવાઇ ની વાત છે.