MORBI:મોરબી જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યઓએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખ્યા
MORBI:મોરબી જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યઓએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખ્યા
સહકાર ક્ષેત્રના માળખાને સક્ષમ બનાવવામાં સરકારની મહત્વની ભૂમિકા પાંચ દ્વારકા ગામના પશુપાલકશ્રી બાદી નઝરમહમ્મદ સાજીભાઈ
મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી તેમનું આભાર દર્શન કર્યું છે.
વડાપ્રધાનશ્રી દુરંદેશી વિઝન થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે. સહકાર ક્ષેત્રના વિકાસની સાથે ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ સારો એવો વધારો થયો છે. ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયા તાલુકામાં વિવિધ દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
મોરબીમાં વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામના પશુપાલકશ્રી બાદી નઝરમહમ્મદ સાજીભાઈ જણાવે છે કે, આજની પરિસ્થિતિમાં પશુપાલન વ્યવસાય એવો છે કે ખેતી સાથે સીધો સંકળાયેલો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહની એવી નેમ છે કે, દરેક સહકારી મંડળીઓની ઓનલાઈન નોંધણી થાય જેથી તમામ કામગીરી પારદર્શક બની રહે અને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્રના માળખાને સક્ષમ બનાવવામાં સરકારની મહત્વની ભૂમિકા રહી છે. ભારતના દરેક પશુપાલકની ચિંતા કરતા દરેક ગામડે ગામડે, છેડાના વિસ્તારમાં કે દરિયા પટ્ટીમાં વસતા દરેક પશુપાલકને દૂધના પૂરતા ભાવ મળે તે માટે જરૂરી તમામ મહત્વના પગલા સરકાર દ્વારા લેવામાં આવ્યા છે જેને અમે બિરદાવીએ છીએ.