મા અનાથોની ના ધામ ખંભોળજ માં નાતાલ પર્વ ની તડામાર તૈયારીઓ
મા અનાથોની ના ધામ ખંભોળજ માં નાતાલ પર્વ ની તડામાર તૈયારીઓ
તાહિર મેમણ – આણંદ – 20/12/2024 – ખંભોળજ પેરિસમાં કુલ ૧૩ ગામ આવેલા છે. સભા પુરોહિત ફાઘર રેવ. ફાધર ફાન્સિસ રેક્સ સહાયક પુરોહિત રેવ ફાઘર જોન પીટર તથા સિસ્ટરો મહોલ્લોના બાળકો દ્વારા પેરિસમાં આવેલા ગામોની મુલાકાત લઇ નાતાલનો સંદેશો પાઠવવામાં આવે છે. આ સમયમાં પ્રત્યેક શ્રદ્ધાળુઓ પોતાનાથી બનતી સેવાઓ ચર્ચમાંમાં આપે છે. ૨૪મી ડિસેમ્બરના રોજ રાત્રે ૧૦ કલાકે દેવાલયની અંદર ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ મુખ્ય મહંત રેવ ફાઘર ફાન્સિસ રેક્સ દ્વારા પવિત્ર ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવે છે. બાર વાગ્યે ચર્ચ તરફથી કેક આપવામાં આવે છે. સર્વ શ્રદ્ધાળુઓ ભેગા મળીને ગરબાની રમઝટ ઉડાડે છે. આજ નાચો ખુશીસે આજ ઈસુ પેદા હુવા ડીજેના તાલે યુવાધન નાચી ઉઠે છે. બીજો દિવસ એટલે કે ૨૫મી ડીસેમ્બર વહેલી સવારે ૮. 30 કલાકે ફાધર દ્વારા ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવે છે. ગુજરાત ભરના લોકો મા – અનાથોની ના ધામે ઉમટી પડે છે. એકબીજાને ભેટી નાતાલ પર્વની શુભેચ્છા પાઠવે છે. તારીખ ૨૯.૧૨.૨૦૨૪ રવિવાર રોજ પવિત્ર કુટુંબનું પર્વ ધર્મસભા ઉજવે છે. ખંભોળજ ધર્મ વિભાગ ના ફાધર દ્વારા ૮: ૩૦ કલાકના ખ્રિસ્તયજ્ઞ બાદ સમગ્ર પેરિસના શ્રદ્ધાળુઓ ભેગા મળીને નાની મોટી રમતોનું આયોજન કરવામાં આવે છે. ઈનામ વિતરણ ફાધર કરે છે. બધા સાથે મળીને ભોજન લે છે. હર્ષોલ્લાસ સાથે ઘરે જાય છે. ફાધરો સિસ્ટરો, ધર્મ સેવા સમિતિ, ધર્મજનો સહયોગથી પર્વની ઉજવણી કરવામાં આવે છે. સેવકાર્યમાં અગ્રેસર રહેનાર પેરીસ કાઉન્સીલના પ્રમુખ ડૉ. શૈલેષ વાણીયા તથા સમગ્ર ટીમનો ભક્તો આભાર વ્યક્ત કરે છે.