BANASKANTHATHARAD
ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા વિવિધ ગરબા મંડળોની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
શેરી ગરબાને પ્રોત્સાહન મળી રહે તે હેતુ થી ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા છઠ્ઠા નોરતે વિવિધ ગરબા મંડળની મુલાકાત લીધી હતી તેમાં વિનાયક સોસાયટી માં આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સર્વોદય સોસાયટી, ચાચર ચોક ગરબા મંડળ, પોલીસ સ્ટેશન , મહાલક્ષ્મી માતાજીના મંદિરે આગળ થાણા શેરી તેમજ મહેશ્વરી સોસાયટીમાં જઈ આયોજક મંડળની શુભેચ્છા મુલાકાત લઇ પ્રોત્સાહિત કરવામાં આવ્યા.તેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો હિતેન્દ્રભાઈ શ્રીમાળી મંત્રી મયારામભાઈ જોશી, સહમંત્રી એનડી સોની મહિલા સંયોજીકા નિરાલીબેન સોની , પ્રાંત ગણ સંજયભાઈ ત્રિવેદી અને જય પ્રકાશ જોશી તેમજ સભ્ય શ્રી હિતેશભાઈ ત્રિવેદી ,કેયુરભાઈ સોની ,પ્રકાશભાઈ દવે, રમેશભાઈ રાજપુત, હરસંગભાઈ પટેલ, દુષ્યંત જોશી હાજર રહ્યા હતા.