કાલોલની અમૃત વિધાલય ખાતે અંદાજીત ૩૦થી ૪૦ જેટલા વિધાર્થીઓની અચાનક તબિયત લથડતાં વાલીઓ ચિંતિત.
તારીખ ૨૮/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અલવા આંટા ગામ નજીક આવેલા અંગ્રેજી માધ્યમની શાળામાં છેલ્લા એક બે દિવસ થી વિધાર્થીઓને માથાનો દુખાવો થતો હોય આજ રોજ સવારના સમયે લગભગ ૩૦ થી ૪૦ વિધાર્થીઓ તેમજ કેટલાક શિક્ષકોને એકાએક શરીર ની સ્થિતી કાબુ બહાર જતા હોવાની વિગતો બહાર આવી છે. મળતી માહિતી મુજબ પાણીની ટાંકી નુ પાણી પીવાથી આમ થયું હોવાનું જાણવા મળેલ છે.જાણવા મળેલ છે કે રમત રમતા વિધાર્થીઓ અને અન્ય વિધાર્થીઓને એકાએક દુખાવો થતો હોય જેથી શાળા દ્વારા તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે જેને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે ત્યારે શાળા દ્વારા ફુડ પોઈઝન ની અસર હોવાની વાત નો ઈનકાર કર્યો છે અને રાત્રિના ગરબાનો ઉજાગરો અને વાતાવરણ ની અસર હોવાને કારણે આમ થયું હોવાનું જણાવેલ છે ત્યારે જીલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને આ મામલે કોઈ જાણકારી છે કે કેમ?