BANASKANTHAGUJARAT

થરા ખાતે મફત દવા મફત ચશ્મા સાથે મેગા આરોગ્ય નિદાન કેમ્પ યોજાશે .

નવરચિત ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જે. વી. શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમા આગામી તા.૦૨/૧૦/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૯ થી બપોરે ૨ કલાક સુધી

બનાસ ડેરી અને બનાસ મેડીકલ કોલેજ સંલગ્ન બનાસ જનરલ ડોસ્પિટલ,પાલનપુરના સંયુક્ત ઉપક્રમે

થરા ખાતે મફત દવા મફત ચશ્મા સાથે મેગા આરોગ્ય નિદાન કેમ્પ યોજાશે .

યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૫ મા જન્મદિન નિમિતે આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત નવરચિત ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જે. વી. શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમા આગામી તા.૦૨/૧૦/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૯ થી બપોરે ૨ કલાક સુધી નિષ્ણાત ડોક્ટર્સ દ્વારાસઘન સારવાર જનરલ મેડીસીન વિભાગ,જનરલ સર્જરી વિભાગ, સ્ત્રીરોગ વિભાગ,હાડકાનો વિભાગ,આંખ નો વિભાગ,કાન- નાક-ગળાનો વિભાગ,બાળકોનો વિભાગ,દાંત વિભાગ,માનસિક રોગ વિભાગ,ચામડી રોગ વિભાગ,જન્મજાત ખોડ ખાંપણ ની સારવાર અને ઈલાજ કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ મેમોગ્રાફી (સ્તનના કેન્સરની તપાસ) પેપ્સ સ્મીયર (ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ) ડાયાબિટીસની તપાસ,બી.પી.ની તપાસ,કાર્ડિયો ગ્રામની સુવિધા લોહીની ટકાવારી ની તપાસ દરેક પ્રકારની દવાઓ નિ:શુલ્ક પ્રાથમિક સારવાર આંખ ના નંબરની કોમ્પ્યુટરાઈઝ તપાસ તથા નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરાશે જેને નિઃશુલ્ક ચશ્મા મેળવવા હોય તેઓએ મો.8200336492 ઉપર પહેલેથી નોંધણી કરાવવાની રહેશે તેમ થરા રેફરલ હોસ્પિટલનાઅધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું છે.થરા ખાતે પ્રધાન મંત્રીના ૭૫ મા જન્મદિન પ્રસંગે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા થરા રેફરલ હોસ્પિટલમાં મેગા આરોગ્ય કેમ્પ નું આયોજન કરાયું છે તેનો અચૂક લાભ લેવો જોઈએ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530

Back to top button
error: Content is protected !!