સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહી કરી, બે લાખનો દંડ ફટકાર્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહી કરી છે. કોર્ટે ઉત્તરાખંડ હાઇકોર્ટ દ્વારા કમિશનના ગેેરબંધારણીય સ્પષ્ટીકરણ પરના સ્ટેને પડકારતી અરજીને ફગાવવા સાથે તેમના પર બે લાખનો દંડ ફટકાર્યો છે.ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદિપ મહેતાની બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો કે કમિશન બંધારણીય જોગવાઇનું ઉલ્લંધન કેવી રીતે કરી શકે. હાઇકોર્ટે કમિશનના સ્પષ્ટીકરણ પર સ્ટે મુક્યો હતો, જેમા કહેવાયુ હતું કે ઉમેદવારનું નામ એક કરતા વધુ ગ્રામ પંચાયતની મતદાર યાદીમા હોવા છતાં ચૂંટણી લડવા માટે લાયક છે.ં આ આધારે તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે નહી.ચૂંટણી પંચે આ વર્ષે જૂલાઇમા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમા કહેવામાં આવ્યું હતું કે સ્પષ્ટતા પ્રથમ દ્રષ્ટિએ ઉત્તરાખંડ પંચાયતી રાજ અધિનિયમ, ૨૦૧૬ની વિરુધ્ધ છે.અરજદાર ચૂંટણી પંચે હાઇકોર્ટમા જણાવ્યું હતું કે એવા અનેક કિસ્સા છે જ્યાં ઉમેદવારોના નામ વિવિધ મતદાર યાદીમાં જોવા મળ્યા હતાં અને તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું જ્યારે કાયદો સ્પષ્ટ પણે એક કરતા વધુ પ્રાદેશિક મતવિસ્તારમા અથવા એક કરતા વધુ મતદાર યાદીમાં મતદારની નોંધણી પર પ્રતિબંધ મુકે છે, અને આ એક વૈધાનિક પ્રતિબંધ છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સમજૂતી કલમ ૯ ની પેટા કલમ ૬ અને ૭ હેઠળના પ્રતિબંધની વિરુધ્ધ જણાય છે.