આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા જી.કે.આઈ.ક્યૂ.ની પરીક્ષા યોજાઈ..
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા જી.કે.આઈ.ક્યૂ.ની પરીક્ષા યોજાઈ..
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા જી.કે.આઈ.ક્યૂ.ની પરીક્ષા યોજાઈ..
નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે થરા અને વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. ૨૮/૦૯/૨૦૨૫ને રવિવારના રોજ GKIQ ની પરીક્ષા કોલેજમાં લેવામાં આવેલ.જેમાં ૧૧૫ વિધાર્થી ભાઈ-બહેનોએ પરીક્ષા આપી હતી.પરીક્ષા ખાસ કરીને કોલેજ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું જ્ઞાન,અને માર્ગદર્શન મળે એવા હેતુથી કોલેજના પ્રિ.ડૉ.દિનેશકુમાર ચારણે પરીક્ષા પૂર્વે પ્રેરણા આપી હતી.આજના સ્પર્ધાત્મક પરીક્ષાઓના યુગમાં આ પ્રકારની પરીક્ષાઓ ખૂબજ ઉપયોગી થાય અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય એવા ઉમદા હેતુથી સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો જેવા કે ઈતિહાસ,ભૂગોળ, વિજ્ઞાન,વર્તમાન ઘટનાઓ, ભારતીય બંધારણ અને તર્કશક્તિ સંબંધિત પ્રશ્નો તથા આકાર -પેટર્નની ઓળખ,શ્રેણીપૂર્ણ પ્રશ્નો, માનસિક ક્ષમતાના પ્રશ્નોથી વિધાર્થીઓ પરિચિત થાય અને જાહેર પરીક્ષા જેવી કે તલાટી, ક્લાર્ક, GPSC,પોલીસની પરીક્ષા ની પૂર્વ તૈયારી રૂપે આ પ્રકારની પરીક્ષાઓ આપવી તે ખુબ જ જરૂરી છે.ડૉ.નરેશભાઈ બી. ભુરીયા,ડૉ.નિતેશભાઈ પટેલ, ડૉ.રામ બી.સોલંકી તેમજ મહેશભાઈ પરમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.પરીક્ષાનું સંચાલન GKIQના કો-ઓર્ડીનેટર ડૉ.નરેશભાઈ ભુરીયાએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530