વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
*ચીખલીના તલાવચોરા અને સરકારી અનાજના ગોડાઉનની મુલાકાત લીધી*
*વિવિધ વિભાગો દ્વારા વાવાઝોડા બાદ પુનઃવ્યવ્થાપન માટે કરવામાં આવેલ કામગીરીને સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યો*
-નવસારી,.તા.29: ગત રાત્રિએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વિવિધ વિસ્તારમાં મીની વાવાઝોડું અને ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા, ઘરો, ખેતી અને પશુઓને નુકસાન થયું હતું. વાવાઝોડા પછી નવસારી જિલ્લા તંત્ર દ્વારા તુરંત સર્વે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પરિસ્થિતિનો તાગ મેળવવા આજરોજ નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ચીખલીમાં વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વર્તમાન સ્થિતિ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ ચીખલી વિસ્તારના તલાવચોરા અને ચીખલીના સરકારી અનાજના ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી.મંત્રીશ્રીએ વિવિધ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત કરવા, નુકશાની અંગે ચોક્કસાઈ પૂર્વક સર્વે કરવા જરૂરી સૂચનો કર્યા હતા.
આ મુલાકાત વેળા ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, સ્થાનિક પદાધિકારીઓ તથા વિવિધ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.