BANASKANTHAGUJARATPALANPUR

સેવા પખવાડિયા અંતર્ગત પાલનપુર તાલુકા ભાજપ દ્વારા માલણ ખાતે રક્તદાન કેમ્પ –123 યુનિટ રક્ત એકત્રિત

29 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સમગ્ર રાષ્ટ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે “સેવા પખવાડિયું – 2025” અંતર્ગત વિવિધ લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ જ શ્રેણીમાં પાલનપુર તાલુકા ભાજપ અને માલણની શિવા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે રવિવારે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 123 બોટલ રક્ત એકત્રિત થયું હતું.રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માનવ સેવા એ જ પરમ ધર્મ છે એ મંત્ર સાથે યુવા તેમજ વરિષ્ઠ નાગરિકો આગળ આવીને રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, શ્રી ભગવાનભાઈ કુગશિયા, શ્રી નિલેશભાઈ મોદી, શ્રી અમિશપૂરી ગૌસ્વામી, શ્રી લાલજીભાઈ પ્રજાપતિ, શ્રી ભીખુસિંહ ડાભી, શ્રી કિર્તીભાઈ મેવાડા, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, શ્રી નરપતસિંહ રાજપુત, શ્રી દિનેશભાઈ દોશી, શ્રી સોમતીભાઈ રાવલ, શ્રી દિનેશભાઈ જુઆ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શિવા સ્કૂલના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ તથા ગામના આગેવાનો પણ આ સેવાકાર્યમાં જોડાયા હતા.આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, “સેવા પખવાડિયું માત્ર ઉજવણી નથી, પરંતુ લોકસેવા માટેનું એક સાધન છે. રક્તદાન એક મહાદાન છે, જે દ્વારા અસંખ્ય જીવનોને બચાવી શકાય છે. પાલનપુર તાલુકાના યુવાનોની આવું સેવાકાર્યમાં પ્રબળ ભાગીદારી ગૌરવની બાબત છે.”તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલે પણ સેવાકાર્યમાં સામેલ થયેલા તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત દરેક ગામ, શહેર અને તાલુકામાં સેવાકાર્ય યોજાઈ રહ્યું છે, જે ભાજપની સમાજસેવા પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.”શિવા સ્કૂલના પ્રમુખ હિતેશભાઈ પટેલે શાળાની તરફથી કેમ્પમાં સહકાર આપવાનો ગૌરવ અનુભવ્યો હતો અને જણાવ્યું કે, “આવા કેમ્પો વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સેવાભાવના સંસ્કાર પેદા કરે છે.”કાર્યક્રમનું સંચાલન સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કેમ્પના અંતે તમામ દાતાઓને પ્રમાણપત્રો તથા આભાર પત્ર આપવામાં આવ્યા હતા.પાલનપુર તાલુકા ભાજપ દ્વારા યોજાયેલ આ રક્તદાન કેમ્પે સેવા પખવાડિયાના સેવાભાવને વધુ ઉર્જાવાન બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!