વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં નવરાત્રીનાં પાવન પર્વની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવના ભાગરૂપે, સુપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામ અર્ધનારેશ્વર નાગ જ્યોતિર્લિંગ બિળમાળ ધામ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.પૂજ્ય સંત અનેકરૂપી મહારાજના સાનિધ્યમાં, માતા અંબેની આરાધના સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગરબે ઝૂમી ભક્તિમાં લીન થયા હતા.આ ગરબા મહોત્સવમાં ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યના શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા અને ધાર્મિક ભક્તિરસનું ભાથું બાંધ્યુ હતુ.આ યાત્રાધામ, અર્ધનારેશ્વર બિળમાળ ધામ, તેની સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. અહીં દર રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ પૂજ્ય સંત અનેકરૂપી મહારાજનો દરબાર ભરાય છે. આ દરબારમાં તેઓ અનેક દુઃખી-પીડિતો અને વ્યસનીઓને સાચો માર્ગ બતાવી, સદમાર્ગે પ્રેરીને તેમના દુઃખ દૂર કરે છે. આ રીતે અનેક પરિવારોના કલ્યાણનું કાર્ય આ ધામ દ્વારા થઈ રહ્યુ છે.ત્યારે અહી નવરાત્રી ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે..