યાત્રાધામ પાવાગઢ તળેટીમાં આવેલ કિલ્લાનું મુખ્ય દ્વાર મરામત બાદ લાંબા સમય પછી ખુલ્લો મુકવામાં આવ્યો.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૯.૨૦૨૫
યાત્રાધામ પાવાગઢમાં છેલ્લા 14 મહિનાથી બસ સ્ટેન્ડ ની સામે નો કિલ્લાનો મુખ્ય ભદ્રદ્વાર ( ગેટ) ગત ચોમાસામાં ભદ્ર દ્વાર ગેટનો અમુક ભાગ પડી ગયો હતો અને દીવાલોને નુકસાન પણ થયું હતું તેના કારણે તાત્કાલિક ધોરણે આ ગેટ પુરાતત્વ ખાતા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો.જેના કારણે તમામ રહીશોને તથા આવતા યાત્રિકોને ગામમાં અંદર જવા માટે અને અવર-જવર કરવા માટે પાછળના ગેટથી અંદર પ્રવેશ કરવાનો થતો હોવાથી 2 km જેટલું ફરીને જવું પડતું હતું જેના લીધે ગ્રામજનો અને આવતા યાત્રાળુઓ તથા શાળાએ જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેથી હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમારને આ ગેટ ખોલવા માટે ચાંપાનેર ( પાવાગઢ) ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેથી ધારાસભ્ય દ્વારા A.S.I ના અધિકારી અને જિલ્લા સંકલન ની મિટિંગમાં પણ રજૂઆત કરી હતી.આ તમામ રજૂઆતથી ઘણા લાંબા સમય બાદ જે બંધ દ્વાર હતો તે તારીખ 28.9.2025 ના રોજ સુખદ પરિણામ આવ્યું અને ગેટ A.S.I દ્વારા તમામ રહીશો અને આવતા જતા યાત્રિકો માટે ગેટ ખુલ્લો કરી આપવામાં આવેલ છે જેના લીધે યાત્રિકો તેમજ રહીશોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે તમામ ગ્રામજનો અને યાત્રિકોએ ધારાસભ્ય,A.S.I અને ચાંપાનેર સરપંચ નો સર્વે આભાર વ્યક્ત કર્યો હતો.