JUNAGADH CITY / TALUKO
જૂનાગઢ શહેરમાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં
મહાનગરપાલિકા વિસ્તારમાં મેટલિંગ દ્વારા કરાતું પેચવર્ક
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા પૂરજોશમાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. વરસાદે આજે આંશિક વિરામ લેતા પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેરના સાબલપુર સર્કલ, જયશ્રી રોડ, અશોક સ્વીટ, એસ.ટી. બસ સ્ટેન્ડ, મોતીબાગથી સરદાર બાગ, મજેવડી ગેટ સહિતના રસ્તાઓ ઉપર મેટલિંગ દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું હતું. રસ્તાઓને મેટલિંગ દ્વારા સમથળ કરવા માટે રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.