સુરેન્દ્રનગર મનપા દ્વારા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા તાલીમ અને ડેમોન્સ્ટ્રેશનનું આયોજન
તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા સરકારી બાલ ચિલ્ડ્રન હોમ ખાતે ફાયર સેફ્ટી અંગેની વિશેષ તાલીમ અને ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ બાળકો અને સ્ટાફને આગની ઘટનાઓ દરમિયાન સલામતીનાં પગલાં અને બચાવની તકનીકો શીખવવાનો હતો આ તાલીમમાં અંદાજિત 40 બાળકો 6 થી 12 વર્ષની વયના અને 10 થી 12 સ્ટાફ સભ્યોએ ભાગ લીધો હતો ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગના નિષ્ણાતો દ્વારા ફાયર એક્સટિન્ગ્યુશરના વિવિધ પ્રકારો તેમના વર્ગીકરણ અને ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત, વિવિધ પ્રકારની આગની ઘટનાઓ દરમિયાન કેવી રીતે વર્તવું, આગના પ્રકાર મુજબ યોગ્ય એક્સટિન્ગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો અને સામાન્ય સ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન બાળકો અને સ્ટાફે એક્સટિન્ગ્યુશરનો વ્યવહારિક ઉપયોગ કરીને આગ ઓલવવાની તાલીમ લીધી હતી.