ડેરોલ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન” અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.
તારીખ ૨૯/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મહિલાઓનું અને સશક્તિકરણ સ્વાસ્થ્ય આપણા પરિવારો,સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે.આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન “સ્વસ્થ નારી,સશકત પરિવાર અભિયાન” નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આ અભિયાન ના ભાગરૂપે કાલોલ તાલુકાના ડેરોલ ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી -સશક્ત પરિવાર” પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા નિદાન અને મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉ.યોગેશકુમાર પંડ્યા,પ્રદેશ ભાજપ ડોક્ટર સેલના મંત્રી ડૉ. પરાગભાઇ પંડ્યા.કાલોલ તાલુકા મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,તાલુકા ભાજપ મંડળના મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર ડેરોલ તાલુકા પંચાયતના સભ્ય વીપુલભાઇ સહિત સંગઠનના હોદ્દેદારો હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ડેરોલ ગામ અને આજુબાજુ ગામના દર્દીઓની મોટીસંખ્યામાં ઉપસ્થિતમા આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરો સહિત મેડીકલ ટીમ દ્વારા આ કેમ્પમાં દર્દીઓની મેડિકલ ચેકઅપ કરી તેઓને લગતી તમામ આરોગ્ય ની સેવાઓ આપવામાં આવી હતી.