પાલનપુરમાં વિશ્વકર્મા પરિવાર વંશ પરંપરાગત અમાસના દિવસે 51 જ્યોતની ગરબી સ્થાપના બાદ નવરાત્રીની ગરબાની રમઝટ બોલાવે છે
30 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં વિશ્વકર્મા પરિવાર વંશ પરંપરાગત અમાસના દિવસે 51 જ્યોતની ગરબી સ્થાપના બાદ નવરાત્રીની ગરબાની રમઝટ બોલાવે છે.પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલા સુથાર વાસમાં રહેતા પરિવાર જે આશરે છેલ્લા ૨૦૦વર્ષથી વધુ વિશ્વકર્મા પરિવારના લોકો મંદિરે મૂકેલી ગરબી જે અમાસના દિવસે ચાચર ચોકમાં લાવ્યા પછી પ્રથમ નવરાત્રી ૫૧ દીવા ની ગરબી જ્યોત જલાવી પછી જ નવરાત્રીના નવ દિવસ ચાચર ચોક માંગરબા ની રમઝટ બોલાવે છે આ પરંપરા આજે પણ આ સુથાર સમાજ વાળા આજે પણ આ પ્રથા જાળવી રાખી છેપાલનપુર સુથાર સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ મિસ્ત્રી જણાવ્યું હતું કે અમારા વર્ષોથી સમાજના પૂર્વજોએ લાકડું જંગલમાંથી લાવી અદભુત ડિઝાઇન વાળી 51 દીવાની જ્યોત જલે તેવી ગરબી તૈયાર કરવામાં આવેલી ત્યારબાદ તેના ઉપર પિત્તળ નું કવચ ચડાવી આ ગરબી ની સાચવણી આજે પણ અંક બંધ છે વધુમાં જણાવ્યું બાળકના જન્મ પછી ગરબીમાં દર્શન કરાવી ઘી પૂરવાનું અહીં આજે પણ પરંપરા જોવા મળે છે દસ દિવસ બાદ દશેરાના દિવસે સમાજના યુવાનો જય અંબે ના નાદ હતી જ્યોત સાથે નીકળી નજીકના વેરાઈ માતાના મંદિરે તમામ જ્યોત મંદિરના પ્રાગણમાં મૂકવામાં આવે છે દર્શન કર્યા બાદ શહેરના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરી વિશ્વકર્મા મંદિરે મૂળ જગ્યાએ મૂકવા માં આવે છે આજે પણ આ સમાજના લોકો આ પરંપરા નિભાવી રહ્યાં છે.