GUJARATJAMNAGAR

કાલાવડ ખાતે સંઘ શતાબ્દી વર્ષે નિમિતે વિજયાદશમીના શુભ દિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરશે ભવ્ય ઉજવણી

વિજયાદશમી નિમિતે યોજાશે સ્વયંસેવકોનું ઘોષ સાથે પથસંચલન

 

30 સપ્ટેમ્બર 2025
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર

કાલાવડ ખાતે સંઘ શતાબ્દી વર્ષે નિમિતે વિજયાદશમીના શુભ દિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરશે ભવ્ય ઉજવણી…વિજયાદશમી ઉત્સવમાં RSSના જામનગર ગ્રામ્ય વિસ્તારના બૌદ્ધિક પ્રમુખ મહેશભાઈ સાપોવડિયા અને મૂખ્ય અતિથિ વિશેષ તરીકે વિશ્વ વિખ્યાત લોકસાહિત્યકાર અને હાસ્યકલાકાર શ્રી સાંઈરામ દવે ઉપસ્થિત રહેશે. સેવા, અનુશાસન અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ વર્ષ વિજયાદશમી પર સૌ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ સૌ વર્ષની સમગ્ર ભારતભરમાં ભવ્ય ઉજવણી થવાની છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલાવડ દ્વારા વિજયાદશમીના દિવસે વિજયાદશમી ઉત્સવ, શસ્ત્રપૂજન અને પથસંચલનનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ નામથી આજ જાણે કોઈ અજાણ નથી. સંઘના આ સૌ વર્ષ ત્યાગ, બલિદાન, સંઘર્ષ અને સેવા સાથે માઁ ભારતીની અનન્ય ઉપાસનામાં સમર્પિત રહ્યા છે. સંઘ હરહંમેશ રાષ્ટ્રની એકતા, અખંડિતતા, રાષ્ટ્રના ગૌરવવંતિત ઇતિહાસ અને સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત રહ્યો છે. સંઘના અનેકો સ્વયંસેવકો એ માતૃભૂમિ માટે અને હિન્દુ હિત માટે પોતાના અને પોતાના પરિવારોના બલિદાનો આપ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ શતાબ્દી વર્ષેમાં પંચ પરિવર્તનના મંત્ર સાથે સમાજમાં નાગરિક કર્તવ્ય, પર્યાવરણ, સ્વદેશી, સામાજિક સમરસતા અને કુટુંબ પ્રબોધન જેવા પાંચ મહત્વના વિષયો સાથે સમાજમાં શતાબ્દી વર્ષ દરમ્યાન કામ કરશે. સંઘના શતાબ્દી વર્ષેની શરૂઆત વિજયાદશમીથી થનાર હોય જેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલાવડ તાલુકા દ્વારા વિજયાદશમીના શક્તિની સાધનાના દિવસે વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ શ્રી દિવ્યજ્યોત વિદ્યાલય, મીઠીવીડી, કાલાવડ ખાતે તા. ૦૨/૧૦/૨૦૨૫ને ગુરુવારના રોજ સાંજે 4 : ૩૦ કલાકે શરૂ થશે અને ઉત્સવ પૂર્ણ થયા બાદ સહુ સ્વયંસેવકોનું પૂર્ણ ગણવેશમાં સંઘના ઘોષ સાથે પથસંચલન યોજાશે. આ પથસંચલન સાંજે ૬ કલાકે શ્રી દિવ્યજયોત વિધાલય ખાતેથી નીકળી કાલાવડ નગરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ પરત દિવ્યજ્યોત ખાતે પહોંચશે. આ ઉત્સવમાં કાલાવડ નગર અને કાલાવડ તાલુકા ભરમાંથી સહુ જૂના અને નવા સ્વયંસેવકો, શુભેરછકો અને સમાજ શ્રેષ્ઠીઓ શતાબ્દી વર્ષની ઉજવણી સમા વિજયાદશમી ઉત્સવમાં ઉત્સાહ ભેર સહ પરિવાર જોડાશે. સંઘના આ વિજયાદશમી ઉત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર ગ્રામ્ય વિસ્તારના બૌદ્ધિક પ્રમુખ શ્રી મહેશભાઈ સાપોવડિયા ઉપસ્થિત રહી સ્વયંસેવકોને શતાબ્દી વર્ષે નિમિતે ઉદ્બોધન પ્રસારીત કરશે. વિજયાદશમી ઉત્સવમાં અતિથિ વિશેષ તરીકે વિશ્વ વિખ્યાત લોકસાહિત્યકાર અને સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર શ્રી સાંઈરામ દવે ઉત્સવમાં ઉપસ્થિત રહી સંઘના સ્વયંસેવકો સાથે શતાબ્દી વર્ષે નિમિતે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરશે. સાથે જ ઉત્સવમાં તાલુકા ભરમાંથી વિવિધ સાધુ, સંતો, મહંતો, વિવિધ સમાજના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, તજજ્ઞો અને વિવિધ પ્રકલ્પોમાં કાર્યરત શુભેચ્છકો હરખભેર હાજર રહેશે. વિજયાદશમી નિમિત્તેના આ ઉત્સવમાં શસ્ત્રપૂજન સાથે વિવિધ શારીરિક, બૌધિક કાર્યક્રમો અને ઘોષનું નિર્દશન કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવમાં સહુ નાગરિક જનોને ઉત્સાહભેર પધારવા સંઘ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. સહુ નાગરિક જનોને, બંધુ, ભગીનીને સહપરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ વિજયાદશમી ઉત્સવ અને પથસંચલનમાં પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. સંઘ દ્વાર શતાબ્દી વર્ષેના ઉત્સવમાં સહુને ઉપસ્થિત રહી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!