
વિજાપુર આરોગ્ય હેલ્થ વિભાગ દ્વારા નેશનલ ડી વોર્મિંગ ડે નિમિતે 50793 જેટલા બાળકોને કૃમિનાસક દવા નો ડોઝ અપાયો
તાલુકાની 172 પ્રાથમિક શાળા 45 હાઈ સ્કુલ 289 જેટલી આંગણવાડી ઓ આવરી લેવાઈ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા આરોગ્ય હેલ્થ વિભાગ અને જિલ્લા આરોગ્ય હેલ્થ વિભાગ દ્વારા ડો ચેતન પ્રજાપતિ માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કૃમિનાશક ડે અંતર્ગત 1 થી 18 વર્ષના શાળાએ એ જતા બાળકો અને આંગણવાડીના બાળકો તેમજ શાળાએ ન જતા બાળકોને કૃમિનાશક દવા ના ડોઝ આપવા નુ આયોજન કરવામાં માં આવ્યું હતુ જેમા 140 જેટલી આરોગ્ય ની ટીમો તેમજ 21 સુપર વાઇઝર દ્વારા તાલુકાની 172 જેટલી પ્રાથમિક શાળાઓ અને 45 જેટલી હાઇસ્કુલ તેમજ 289 જેટલી આંગણવાડીમાં કુલ 54028 બાળકોને કૃમિનાશક દવાઓ નો ડોઝ આપવા ની કામગીરી કરાઇ હતી. બાળકોને કૃમિ શાનાથી થાય છે તેમજ કૃમી ન થાય તે માટે વ્યક્તિગત સ્વચ્છતા એન હેન્ડ વોશિંગના છ સ્ટેપ તેમજ કૃમિના કારણે પાંડુરોગ તેમજ કુપોષણની સમસ્યા ઊભી થાય છે તેની સમજ આપવામાં આવી હતી.તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણે સેન્ટ જોસેફ હાઈસ્કુલ ખણુસા તેમજ પ્રાથમિક શાળા ખણુંસા બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા વિશે માહિતી આપી હતી. તેમજ તાલુકાના 1 થી 18 વર્ષના કુલ 50793 બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો બાકી રહી ગયેલ બાળકોનેબીજા મોપઅપ રાઉન્ડમાં કૃમિનાશક દવા નો ડોઝ આપવામાં આવશે તેમ આરોગ્ય હેલ્થ વિભાગે જણાવ્યું હતું.




