AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

સાણંદ તાલુકામાં રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ અંતર્ગત આરોગ્ય તપાસણી અને પોષણ જાગૃતિ કાર્યક્રમો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ : ભારત સરકારના પ્રધાનમંત્રી પોષણ અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. આ અભિયાનને લોકજાગૃતિનું સ્વરૂપ આપવાના હેતુસર અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પોષણ માહની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.

સાણંદ તાલુકાના મોડાસર, ગોધાવી અને નાની દેવતી ગામની આંગણવાડી કેન્દ્રોમાં પુર્ણા યોજના અંતર્ગત શાળાએ જતી તેમજ ન જતી કિશોરીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને કિશોરીઓના હિમોગ્લોબિન સ્તરની ચકાસણી કરવામાં આવી, જેથી રક્તની ઉણપની વહેલી તકે ઓળખ કરી જરૂરી સારવાર અને પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન આપી શકાય.

આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલા કાર્યક્રમોમાં પોષણયુક્ત આહાર વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રોમાં પુર્ણાશક્તિમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું અને તેમાં રહેલા પોષક તત્ત્વો વિશે કિશોરીઓ તથા મહિલાઓને સમજાવવામાં આવ્યું.

ગામલોકોએ આ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આરોગ્ય કર્મચારીઓએ સંતુલિત આહાર, આયર્ન અને પ્રોટીનની મહત્તા તેમજ રોજિંદી જીવનમાં અપનાવી શકાય તેવા સરળ અને પૌષ્ટિક ખોરાક વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ મહિલાઓને ગર્ભાવસ્થા અને બાળ પોષણ વિશે પણ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

પોષણ માહના આવા કાર્યક્રમોથી ગામલોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાય છે અને ખાસ કરીને કિશોરીઓ તથા ગર્ભવતી મહિલાઓને પોષણ અંગે યોગ્ય સમજ પ્રાપ્ત થાય છે. સ્થાનિક સ્તરે આવા પ્રયત્નો ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

Back to top button
error: Content is protected !!