MORBI:મોરબીના કાલિકાપ્લોટમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર







MORBI:મોરબીના કાલિકાપ્લોટમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર


મોરબી શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ અંતર્ગત મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે કાલિકાપ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે, દરોડા દરમિયાન આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

મળતી માહિતી અનુસાર, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કાલિકાપ્લોટમાં નર્મદા હોલની સામેની શેરીમાં રહેતો ઇમ્તીયાઝ ઉર્ફે બાલો હુશેનભાઈ કરીમભાઈ કુરેશી પોતાના મકાનમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવીને રાખે છે.
બાતમીવાળા મકાન પર પોલીસે તુરંત જ રેઇડ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મકાનની તલાશી લેતા પોલીસને ત્યાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ૭૨ નંગ ચપલા (ક્વાર્ટરિયા) મળી આવ્યા હતા. પોલીસે અંદાજે ₹૯,૦૦૦ની કિંમતનો આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ દરોડા દરમિયાન આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે બાલો કુરેશી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ તેને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.


