GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના વિરપર નજીક મહિન્દ્ર ટ્રેક્ટરના શો રૂમમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી આતંક મચાવ્યો

TANKARA:ટંકારાના વિરપર નજીક મહિન્દ્ર ટ્રેક્ટરના શો રૂમમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી આતંક મચાવ્યો

 

 

મોરબી રહેતા અને વિરપર નજીક મહિન્દ્ર ટ્રેક્ટરનો શો રૂમ ચલાવતાં પ્રૌઢના પુત્રએ આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જે બાબતે આરોપીઓ પોતાના કાર લઈને પ્રૌઢના શો રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સ્ટાફને ધમકાવી ગાળો આપી પ્રૌઢના પુત્રને મારી નાંખવાની ધમકી આપી રૂપિયા કઢાવવા સ્ટાફની ટ્રેક્ટરની ચાવીઓ બળજબરી પૂર્વક લઈ ટ્રેક્ટર પર બેસી ઝઘડો કરી પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરીયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ પંચવટી સોસાયટીમાં રહેતા અને વિરપર ગામ નજીક મહિન્દ્ર ટ્રેક્ટરનો શો રૂમમાં ચલાવતા પ્રવિણભાઇ મહાદેવભાઈ અંબાણી (ઉ.વ.૫૮) એ આરોપી દિનેશભાઇ ગગુભાઈ મકવાણા રહે. મોરબી તથા કોઈ અજાણ્યો શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પુત્ર જયભાઇએ મોરબી ખાતેથી આરોપી દિનેશભાઇ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જે રૂપિયા બાબતે આરોપીઓ પોતાના હવાલાવાળી એક ફોરવ્હીલ વ્હાઇટ કલરની XUV700 જેના રજી નં GJ-36-AP-7711વાળીમા આવી આરોપીઓ ફરીયાદીના મહિન્દ્રા શો રૂમમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને આરોપીએ ફરીયાદીના સ્ટાફના માણસોને ધાકધમકી આપીને ગાળાગાળી આપીને ફરીયાદીને તથા સાથી જયને મારી નાખવાની ધમકી આપીને ડરાવી ધમકાવીને બળજબરી પૂર્વક તેના લેણા નીકળતા રૂપિયા કઢાવવા માટે સ્ટાફની પાસેથી ટ્રેકટરની ચાવીઓ બળજબરી થી લઇને ટ્રેકટર પર બેસી જઇને બોલાચાલી ઝધડો તકરાર કરી રૂપિયાની ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ -૩૦૮(૨),૩૨૯(૩),૩૫૧(૩),૩૫૨,૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!