વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ ,તા-૦૧ ઓક્ટોબર : ભારતની પરંપરાગત ખેત પેદાશો (શ્રી અન્ન) ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે તા.૨૯/૦૯/૨૦૨૫ ના રોજ આઈ.સી.ડી.એસ ભચાઉ ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી દશરથભાઈ પંડયા સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અને ભચાઉ ઈ.ચા. સી.ડી.પી.ઓ.શ્રી મીનાબેન એસ ઠકકર ના આયોજન હેઠળ ભચાઉ ઘટક-૧ અને ૨ ઘટક કક્ષાનું વાનગી હરીફાઈનું આયોજન હિંમતપુરા શાળા નંબર-૭ ખાતે કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી પેથાભાઈ રાઠોડ દ્રારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. ત્યારબાદ સી.ડી.પી.ઓશ્રી દ્રારા પધારેલ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. એન.એન.એમ. બ્લોક કો-ઓર્ડિનેટર શ્રી ડુંગરશીભાઈ પરમાર દ્રારા મિલેટસ વિશે વિસ્તૃત માહિતી વિશે સમજ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભચાઉ-૧ અને ૨ ઘટકમાંથી સેજા કક્ષાએ ટી.એચ.આર. તેમજ મિલેટસ(શ્રી અન્ન) વાનગી હરિફાઈ માં ૧ ,૨ અને ૩ નંબર મેળવેલ કુલ ૪૮ સ્પર્ધકોએ ઘટક કક્ષાના વાનગી હરીફાઈમાં ભાગ લેવામાં આવેલ હતુ. પધારેલ મહાનુભાવો નગરપાલિકા પ્રમુખશ્રી પેથાભાઈ રાઠોડ , નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી ચંપાબેન અંબાવીભાઈ પટેલ , વોર્ડ ના કાઉન્સીલર શ્રી જશાભા ગઢવી , પ્રવીણદાન ગઢવી, સૈયદઅલી બાપુ , ભારતીબેન પ્રજાપતિ તેમજ ભચાઉ શહેર ભાજપ સદસ્ય શ્રી મહેશભાઈ સોલંકી દ્રારા ટી.એચ.આર. તેમજ મિલેટસ માંથી બનાવેલ વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ અને સ્પર્ધકો દ્રારા પ્રસ્તુત કરવામાં આવેલ વાનગીઓ માંથી મળતા પોષક તત્વો તેમજ અન્ય પાંસાઓને ધ્યાનમાં રાખી જિલ્લા કક્ષાની મિલેટ હરીફાઈમાં ભાગ લેવા મોકલવા સૌથી બેસ્ટ ત્રણ વાનગી બનાવનાર કાર્યકર બહેનને ઘટક કક્ષાએ પ્રથમ , દ્રિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ અને પ્રમાણ૫ત્ર આપી સન્માન કરવામાં આવેલ તેમજ જિલ્લા કક્ષાએ વાનગી હરીફાઈમાં નંબર મેળવી લાવે તેવી શુભેક્ષાઓ પણ આપવામાં આવેલ.આ કાર્યક્રમ દરમ્યાન માતા યશોદા એવોર્ડ વિજેતા આંગણવાડી કાર્યકર/તેડાગરને મોમેન્ટો તેમજ પ્રમાણ૫ત્ર આપી સન્માન કરવામાં આવેલ. તેમજ સાંસ્કુતીક કાર્યક્રમમાં ભાગ લેનાર નાના ભુલકાઓ તેમજ કિશોરીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ વિતરણ કરવામાં આવેલ.પૂર્ણા યોજનાના લાભાર્થી કિશોરી રાજગોર ક્રિષ્નાબેન દ્રારા પૂર્ણાશકિતના પેકેટ ના ઉપયોગ અને મહત્વ તેમજ તેમાંથી બનતી વિવિધ વાનગી વિશે પોતાના અનુભવો રજુ કરવામાં આવેલ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યકમનું સંચાલન ઈ.ચા સી.ડી.પી.ઓશ્રી મીનાબેન એસ ઠકકર દ્રારા કરવામાં આવેલ તેમજ એન્કરીંગ ડુંગરશીભાઈ પરમાર દ્રારા કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ઘટક સ્ટાફ , મુખ્ય સેવિકાઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો દ્રારા જહેમત ઉઠાવવામાં આવી.