GUJARATJUNAGADH

માળીયા હાટીનામાં હરિધામ વૃદ્ધાશ્રમ ખાતે વડીલો માટે નિદાન કેમ્પનું આયોજન કરાયું

માળીયા હાટીનામાં હરિધામ વૃદ્ધાશ્રમ ખાતે વડીલો માટે નિદાન કેમ્પનું આયોજન કરાયું

તારીખ ૦૧-૧૦-૨૦૨૫ ના રોજ ‘’આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસ’’ ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે વયોવૃદ્ધ લોકો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરી દ્વારા હરિધામ વૃદ્ધાશ્રમ માળીયા હાટીના ખાતે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આ આશ્રમમાં રહેતા તમામ વડીલોનું પ્રાથમિક નિદાન, ડાયાબિટીસ તપાસ, બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી અને તેઓને જરૂરી ઉપચાર, સારવાર અને સલાહ આપવામાં આવી હતી. આ તકે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભંડુરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!