HALOLPANCHMAHAL

હાલોલ:હોટલ સર્વોત્તમ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માત માં બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૧૨.૨૦૨૪

હાલોલ વડોદરા હાઇવે પર આવેલ હોટલ સર્વોત્તમ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માત માં બાઇક ચાલક નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.આનંદપુરા ગામે રહેતો બાઇક ચાલક રાત્રે સર્વોત્તમ હોટેલ આવ્યો હતો અને પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે તે એસટી બસ ની અડફેટે આવી જતા અક્સ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ વડોદરા હાઇવે રોડ ઉપર ગત રાત્રે મોડાસા થી બીલીમોરા જઈ રહેલી એસટી બસ ની અડફેટે આવેલા મૂળ રામેશરા ના અને હાલ આનંદપુરા ગામે ઘર જમાઈ રહેતો 30 વર્ષીય રાકેશ ચીમનભાઈ પરમાર ગત રાત્રે તેની બાઇક લઈ અનંદપુરા થી સર્વોત્તમ હોટેલ ઉપર આવ્યો હતો, જે પરત ઘરે જવા નીકળ્યો અને હાઇવે ઉપર એસટી બસ ની ટકકરે તેનું મોત નીપજ્યું હતું. રાકેશ આનંદપુરા નજીક આવેલી એક ખાનગી કંપની માં કામદાર હતો અને લગ્ન પછી આનંદપુરા સાસરી માં રહી ત્યાં નોકરી કરતો હોવાની જાણકારી મળી છે. અકસ્માત માં મોત ને ભેટનાર રાકેશ પરમાર ને બે નાના બાળકો હોવાનું પણ ગામલોકો પાસેથી જાણવા મળ્યું છે.જ્યારે બનાવ ની જાણ પોલીસ ને કરવામાં આવતા રાત્રે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને પીએમ માટે હાલોલ રેફરલ હોસોઈટલ ખાતે પીએમ અર્થે ખસેડીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

Back to top button
error: Content is protected !!