GUJARATKUTCHMANDAVI

કચ્છના ગામડાઓમાં પી એચ સીની સફાઈ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

જાહેર સ્થળોએ વૃક્ષારોપણ અને શાળાઓમાં પ્લાસ્ટિક મુક્ત પહેલ સાથે સફાઈ કામગીરી કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૧ ઓક્ટોબર : ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છના વિવિધ ગામડાઓમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, નગરપાલિકા તથા ગ્રામ પંચાયત દ્વારા પીએચસીની સફાઈની કામગીરી તથા સફાઈ કામદારોના આરોગ્યને ધ્યાનમાં લઈને આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામ પંચાયતો, શાળાઓ, જાહેર સ્થળો, સરકારી વિભાગો, વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રો, બાગ-બગીચાઓ, ફૂટપાથ, રસ્તાઓની સફાઇ કામગીરી કરવામાં આવી હતી. ગામડાઓમાં સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે ગાંધીધામ કેમ્બ્રીજ સ્કૂલ ખાતે સ્વરછ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત પહેલ સાથે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા say no to plastic નો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સફાઇ અભિયાન અંતર્ગત મનફરા સુગરિયા, મોડસર, વાયોર, કુકમા, આડેસર, ચિત્રોડ, રવમોટી, બાલાસર, ગેડી, નાના આસંબીયા, દેશલપર, ઝૂરા, નેત્રા, રવાપર, દુધઈ, કણખોઈ, મંગવાણા, શિકરા, શેરડી સહિતના ગામોમાં પીએચસીની સફાઈ કામગીરી સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે ટુંડા ગ્રામ પંચાયત દ્વારા ગામની સ્વચ્છતા સુવિધા માટે પર્યાવરણ અનુકૂળ એવા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ટ્રોલીનું લીલી જંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તલાટીશ્રી, ગ્રામપંચાયત સભ્યો, આંગણવાડી બહેનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, નિષ્ણાંત ડોક્ટરો, નર્સ તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તથા ગ્રામજનો સહભાગી બન્યા હતાં.

Back to top button
error: Content is protected !!