વિજાપુર: બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો, કુલ ₹૧૦,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આરાધ્ય આંખની હોસ્પિટલ પાસે આવેલા અપના અડ્ડા પાર્લર નજીક બહારની ખુલ્લી જગ્યાએ એલસીબી પોલીસે રેડ પાડી મોબાઈલ ઉપર ક્રિકેટ નો સટ્ટો રમાડતા યુવકને ઝડપી લઇને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષકે જીલ્લા માં દારૂ જુગાર ના કેસો શોધી અસરકારક કામગીરી કરવાની આપેલી સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ વિજાપુર પોલીસ મથકના હદ વિસ્તાર મા પેટ્રોલિંગ મા હતી.તે દરમ્યાન તેઓ બસ ડેપો નજીક આવતા ખાનગી મા બાતમી મળી હતી કે આરાધ્ય આંખની હોસ્પિટલ પાસે આવેલ અપના અડ્ડા પાન પાર્લર નજીક ખુલ્લી જગ્યાએ કેટલાક ઈસમો ભેગા મળી ને હાલમાં ચાલુ રહેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ક્રિકેટ મેચ પર પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ સટ્ટાની આઈડી પર હારજીતનો જુગાર રમી-રમાડી રહ્યા છે. મળેલી બાતમીના આધારે એલસીબી એ.એસ.આઇ ઇજાજઅહેમદ અને આકાશકુમાર તથા ઉપરી અધિકારી અને બે પંચોને સાથે રાખીને સદર જગ્યાએ તપાસ કરી રેડ પાડવા માં આવતા. અપના અડ્ડા પાર્લરની આગળ ખુલ્લી જગ્યામાં એક ઈસમ મોબાઇલ ફોન પર કંઈક રમી રહ્યો હોવાનું જણાયું હતું. પોલીસે તેને ઝડપી પાડી તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ સંદીપ બાબુભાઇ પટેલ જણાવ્યું હતુ પોલીસે તેની પાસેથી ઓપ્પો કંપનીના બ્લુ કલરનો મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર ‘૭૭૭૭’ નંબરની આઇ.ડી. ચાલુ હાલતમાં મળી આવી હતી. તેમજ જેમાં ખુલના ડિવિઝન અને રંગપુર ડિવિઝન જેના પર મેચનો સ્કોર ચાલુ હતો. સ્ક્રીન પર નીચેના ભાગે બુકમાર્કમાં ₹૮,૫૦૦/- અને ₹૫,૦૦૦/- રૂપિયા લગાવેલા હતા અને બાજુમાં સટ્ટાના ભાવતાલ લખેલા હતા, જેના સ્ક્રીન શોટ્સ પણ લેવામાં આવ્યા હતા.
પોલીસે સંદીપ પટેલ પાસેથી ક્રિકેટ સટ્ટા બેટીંગનું આઇ.ડી. જુગાર રમવા-રમાડવા માટે ઉપયોગમાં લેવાયેલ ₹૫,૨૦૦/- રોકડ રકમ તેના પેન્ટના ખિસ્સામાંથી મળી આવેલ ₹૫,૦૦૦/- ની કિંમતનો મોબાઈલ ફોન (નંગ-૧) મળીને કુલ ₹૧૦,૨૦૦/- નો મુદામાલ જપ્ત કરી જુગાર ધારા કલમ ૧૨ (અ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.