કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા વિજયાદશમી નિમિતે શીશુ મંદિર ખાતે સામુહિક શસ્ત્રપુજન બાદ ભવ્ય રેલી યોજી.
તારીખ ૦૨/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી સંગઠન દ્વારા દશેરા પર્વ નિમિત્તે કાલોલ ના શીશુ મંદીર શાળા ખાતે સામુહિક શસ્ત્રપુજનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાલોલ તાલુકાના ક્ષત્રિય સંગઠનના અગ્રણીઓ અને સમિતિના સભ્યોના આયોજન મુજબ સવારે દશ કલાકે કાલોલ શહેરના શિશુ મંદિર સંકુલથી મોટરસાયકલો અને પગપાળા તિરંગા અને ભગવા રંગની પતાકાઓ સાથે રેલી યોજીને શીશુ મંદીર શાળા થી મધવાસ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર સુધીની ભવ્ય રેલી યોજાઇ હતી. આ રેલીમાં કાલોલ તાલુકાના અનેક ગામોના ક્ષત્રિયો જોડાયા હતા. કાર અને મોટરસાયકલ રેલી તથા પગપાળા રેલી મા કાલોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામેગામથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્રિત થયા હતા જેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ક્ષત્રિય યુવકોએ હાથમાં વિવિધ શસ્ત્રો ધારણ કરી શીશુ મંદીર શાળા ખાતે એકત્રિત થઈને સામુહિક શસ્ત્રપુજન કાર્યક્રમ સાંસદ રાજપાલસિંહ જાદવ ની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સાથે ક્ષત્રિય માજના આગેવાનો, ક્ષત્રિય સમાજના નેતાઓ અને સમાજના યુવાનો ઉપસ્થિત રહેલા રેલી દરમ્યાન પોલીસ દ્વારા હાઈવે ઉપર નો એક તરફ નો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા ની પૂર્ણાહૂતિ મધવાસ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે થઈ હતી જયાં મહાપ્રસાદી નુ આયોજન કરાયું હતું.