DHRANGADHRAGUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

પીચ શીર્ષક બેદરકારીનો ભોગ બનેલું એક ખેડૂત પરિવાર – ન્યાય નહિ તો આંદોલન”

તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુળી તાલુકાના સરાથી ધાંગધ્રા માર્ગ પર આવેલી પુલ પર નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે પણ દુર્ભાગ્ય કે આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને તંત્રે અસાધારણ બેદરકારી દાખવી છે ન કોઈ ચેતવણીના બોર્ડ,
ન કોઈ ડાઈવર્ઝન રૂટ,
ન કોઈ માર્ગદર્શક અધિકારી. આ બેદરકારીના કારણે દાધોળીયા ગામના એક જ પરિવારના ચાર ખેડૂત જીવન ગુમાવી બેઠા જે હોસ્પિટલ તરફ દર્દી લઇ જઈ રહ્યા હતા આ દુર્ઘટના માત્ર અકસ્માત નથી તે તંત્રની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરની ઉદાસીનતા જ છે હું ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડા સરકાર પાસે તાત્કાલિક નીચેની માંગણીઓ કરું છું મૃતક પરિવારને ધોરણસર નહીં પણ વિશેષ વળતર મળવું જોઈએ, પુલના કોન્ટ્રાક્ટર સામે IPCની કલમો હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવે, બધા વિકાસ કામો માટે આવશ્યક સુરક્ષા માર્ગદર્શિકા અને પાલન સુનિશ્ચિત કરવામાં આવે, જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ખેડૂતોને સાથે રાખી આંદોલન શરૂ કરવામાં આવશે આ મૃત્યુ હાદસો નહીં તંત્રના અવગણનાનું સીધું પરિણામ છે ખેડૂતના જીવનની કિંમત ઓછી નથી ન્યાય મળે નહીં તો સંઘર્ષ અવશ્ય થશે – રામકુભાઈ કરપડા

Back to top button
error: Content is protected !!