અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા ડેપોની એસ.ટી. બસ પર અજાણ્યા શખ્સોનો શણગાલ પાસે પથ્થરમારો, પોલિસ ઘટના સ્થળે પોંહચી
અરવલ્લી જિલ્લામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડાસા ડેપોથી પાણીબાર મોડાસા એસ.ટી. બસ પર પથ્થરમારો થયો હોવાની માહિતી મળી છે.માહિતી મુજબ, મેઘરજના શણગાલ નજીક 20 જેટલા મુસાફરો ભરેલી એસ.ટી. બસ પર ત્રણ અજાણ્યા શખ્સોએ અચાનક પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ બસમાં બેઠેલા મુસાફરોમાં દહેશતનું માહોલ સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે બસના કાચ તૂટી જવાથી નુકસાન થયું છે.
ઘટના સમયે બસના ચાલકે તાત્કાલિક 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી. હાલ ટીંટોઇ પોલીસે અજાણ્યા શખ્સોની ઓળખાણ કરવા તપાસ શરૂ કરી છે.આ ઘટના બાદ મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.પોલિસ જવાબદાર શખ્સોને ઝડપવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં શક્સો ને પકડવામા આવેં તેવી માંગ સેવાઈ રહી છે