વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર ગ્રામ્ય દ્વારા દુર્ગા પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
3 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર ગ્રામ્ય દ્વારા દુર્ગા પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.વિશ્વ હિન્દુ પરિષદ સમસ્ત વિશ્વમાં વસતા હિન્દુઓની આસ્થા અને હિન્દુત્વની રક્ષા કરવા માટે અને હિન્દુ ધર્મની સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે કાર્ય કરી રહ્યું છે.નવરાત્રીના પાવન અવસરે નવદુર્ગા માતાની ગરબાઓ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે ત્યારે આ નવરાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ ગ્રામ્ય વિસ્તારમાં ગામ વાસણા (જગાણા)ખાતે તથા કાણોદર ખાતે ગ્રામ્ય પ્રખંડ પ્રમુખ શ્રી મિલનભાઈ પ્રજાપતિ, શ્રી હિતેન્દ્રસિંહ રાજપુત,ગ્રામ્ય પ્રખંડ બજરંગદળ સંયોજક શ્રી વિજયસિંહ ખેર અને મહેશભાઈ પ્રજાપતિ દ્વારા બન્ને ગામમાં દુર્ગા પૂજન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બનાસકાંઠા વિભાગના મંત્રીશ્રી બાબુભાઈ ચડોખીયા, જિલ્લા અધ્યક્ષ શ્રી દીલસુખભાઈ અગ્રવાલ, જિલ્લા મંત્રીશ્રી અરવિંદભાઈ પંડ્યા, અધિવકતા પરિષદ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી ધીરજભાઈ ધારાણી અને સમરસતા વિભાગ પ્રમુખશ્રી પ્રકાશભાઈ ધારવાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.જેમાં ગ્રામજનો સાથે નાની બાળાઓનું દુર્ગા પૂજન તેમજ શસ્ત્રો પૂજન કરવામાં આવ્યું.બાળાઓ સ્વરૂપે નવદુર્ગાને આસન પર બેસાડી કંકુ-ચોખા તિલક કરી તેમની આરતી ઉતારી તેમને હાથમાં નાડાસડી બાંધી પૂજન કરવામાં આવ્યું હતું તેમજ શસ્ત્રોને પણ કંકુ ચોખ્ખું અને આરતી ઉતારી પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી બાબુભાઈ ચડોખિયા દ્વારા નવદુર્ગાના પૂજન અને શસ્ત્ર પૂજાનું માહત્મ્ય જણાવવામાં આવ્યું હતું . શસ્ત્રો કોઈને મારવા નહીં પણ સ્વરક્ષા માટે હોય છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ અને નવરાત્રાનું મહત્વ સમજાવ્યું હતું શ્રી દીલસુખભાઈ અગ્રવાલે દીકરીઓને આરતી ઉતારી અને તેમના આશીર્વાદ લીધા હતા અને સમસ્ત હિન્દુ સમાજને એક થવા જણાવ્યું હતું. સમરસતાના વિભાગ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ધારવા એ સમસ્ત હિન્દુ સમાજ એક થાય અને ઉચ્ચ નીચેના ભેદભાવ દૂર થાય અને તમામ હિન્દુ લોકો એક સાથે ભોજન,એક જગ્યાએ પૂજન કરે,એક કૂવો હોય, lએક સ્મશાન હોય અને નાત જાતના વાડા દૂર કરી ભગવાન વાલ્મીકિને યાદ કર્યા હતા.