GUJARATKUTCHNAKHATRANA

નિરોણા ગામે આહીર સમાજ દ્વારા પરંપરાગત નવરાત્રીની ઉલ્લાસભેર ઉજવણી.

વિવિધ વેશભૂષા લોકોના આકર્ષણનુ કેન્દ્ર બન્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા.૦૩ ઓક્ટોબર :પાવરપટ્ટીના કેન્દ્રરૂપ નિરોણા ગામમાં આહીર સમાજ દ્વારા દર વરસની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. મહિષાસુરના સંહારના પૌરાણિક પ્રસંગને ઉજાગર કરતાં માં દુર્ગા અને મહાકાળી માતાજીના પરંપરાગત વેશભૂષા ધારણ કરીને વિજયા દશમીની અનોખી ઉજવણી જાળવી રાખવામાં આવી હતી.ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિમય માહોલમાં જોડાયા હતા. નવરાત્રી દરમ્યાન દરરોજ અલગ અલગ કલાકારોની રજૂઆત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વેશભૂષા ધારણ કરનાર તથા બાલિકાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આહિર સમાજના મંડળ પ્રમુખ પરબભાઇ આહીર તથા ગામના સરપંચ શ્રી એન.ટી. આહીરની યાદીમાં જણાવ્યા પ્રમાણે આ નવરાત્રી મહોત્સવે ગામમાં સાંપ્રદાયિક એકતા, શક્તિની ભક્તિ અને સાંસ્કૃતિક રંગતનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું.

Back to top button
error: Content is protected !!