સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રારંભ
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દેશભરમાં સ્વચ્છતા અભિયાન અન્વયે જુદીજુદી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આ અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના કમ્પાઉન્ડને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સફાઈ ઝુંબેશનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે કલેકટર કચેરીએ જિલ્લાના વહીવટી તંત્રનું હૃદય છે જ્યાં રોજ અનેક નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે આ નાગરિકોને સુખદ અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે હેતુસર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કલેકટર કચેરીના સમગ્ર કમ્પાઉન્ડની સઘન સફાઈ શરૂ કરવામાં આવી છે કચેરી પરિસરમાં ઉગી નીકળેલા વધારાના ઘાસ અને ઝાડી-ઝાંખરાંને દૂર કરવા માટે ઘાસ કટિંગની કામગીરી કરવામાં આવી હતી આ ઝુંબેશમાં કચરાનો યોગ્ય નિકાલ, કમ્પાઉન્ડમાં પડેલી બિનજરૂરી વસ્તુઓને હટાવવી અને પાણીના ભરાવાને અટકાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેથી મચ્છરજન્ય રોગોનો ફેલાવો પણ અટકાવી શકાય મહત્વનું છે કે સ્વચ્છતા એ માત્ર સરકારી કાર્યક્રમ નથી પરંતુ તે આપણી સામૂહિક જવાબદારી છે કચેરી પરિસરને ચોખ્ખું રાખવાથી આવનારા નાગરિકો પર સકારાત્મક અસર પડે છે અને વહીવટી કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે આ સ્વચ્છતા અભિયાનને માત્ર એક દિવસનું નહીં પરંતુ દૈનિક આદત તરીકે સ્વીકારવું જોઈએ કચેરીમાં આવતા અરજદારો અને મુલાકાતીઓનએ પણ સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવો જોઈએ જેથી જાહેર જગ્યાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે.