વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
સુબીર તાલુકાના બીજુરપાડા ગામમાં આજરોજ સર્વ શિક્ષા અંતર્ગત ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે બીજુરપાડા પ્રાથમિક શાળાના નવા ૪ વર્ગખંડો જે અંદાજે ૭૬ લાખના ખર્ચે બાંધકામ થનાર છે, તેનું ખાતમુહર્ત કર્યું હતું.
આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુબીર તાલુકો એસપીરેશનલ તાલુકા માંથી બહાર આવે તેમજ આ તાલુકામાં વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય વિગેરેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ તાલુકો અન્ય તાલુકાની સરખામણીમાં આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
સ્કૂલ ઓફ એક્સલેન્સમાં સમાવિષ્ટ બીજુરપાડા શાળામાં ઓરડાનું બાંધકામ સુવ્યવસ્થિત થાય તે માટે ઇજારાદારને સૂચના આપી હતી. તેમજ પોતાના MLA ફંડ માંથી શાળાની સુવિધા માટે રૂપિયા ૧.૫ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત શ્રી વિજયભાઈ પટેલે કરી હતી.
સુબીર તાલુકાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષક મેળવી શકે તે માટે તાજેતરમાં જ સુબીર તાલુકામાં સરકારી વિનયન કોલેજ શરૂ કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે સુબીર તાલુકામાં લાઈબ્રેરી મંજૂરી કરવામાં આવી છે.
આ પ્રસંગે સુબીર તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન કનવારે, તાલુકા સદસ્ય રતિલાલ રાઉત સહિત, બીજુરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ લીલાબેન રાઉત, ગ્રામ પંચાયતના સદસ્યો સહિત હોદેદારો, શિક્ષકો ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.