હાલારના યુવા બેરોજગારો માટે વધુ એક વખત તક
*આગામી તા.8 ઓક્ટોબરના રોજ ટાઉનહોલ ખાતે ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ’નું ભવ્ય આયોજન*
*રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી વિવિધ કંપનીઓમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે રોજગાર પત્રક વિતરણ કરાશે*
જામનગર (ભરત જી. ભોગાયતા)
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જામનગર દ્વારા તા. ૦૮/૧૦/૨૦૨૫ બુધવારના રોજ શહેરના ટાઉનહોલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ જામનગરના યુવાનોને રોજગારી અને કૌશલ્ય સશક્તિકરણની નવી તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સવારે ૧૦.૦૦ કલાકે શરૂ થશે. આ સમારંભમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી વિવિધ કંપનીઓમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે રોજગાર એનાયત પત્રક વિતરણ કરવામાં આવશે, આ ઉપરાંત, રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)ના આધુનિકરણ અને તાલીમને ઉદ્યોગલક્ષી બનાવવા માટે વિવિધ ખાનગી કંપનીઓ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવનાર છે. સાથે જ, કૌશલ્યવાન તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ થાય તે પહેલાં જ નોકરીની ખાતરી આપતા પ્રોવિઝનલ ઓફર લેટર્સ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરશે. જિલ્લાના તમામ નાગરિકો અને યુવાનોને આ વિકાસલક્ષી સમારંભમાં હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા હાર્દિક આમંત્રણ છે.
00000000000000000
રીગાર્ડઝ
ભરત જી. ભોગાયતા
b.sc.,ll.b.,d.y.n.( GAU)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com