ભરૂચ તાલુકાના કડોદ ખાતે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચનીક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ
*****
સમીર પટેલ, ભરૂચ
સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરવા બદલ ૦૨(બે) યાંત્રિક નાવડી, ૦૨ (બે) ઍક્સેવેટર મશીન તેમજ ૦૫ ડમ્પરો મળી ૦૨ કરોડ નો મુદ્દામાલ જપ્ત **
ભરૂચઃ – ગુરુવાર- ભુસ્તરશાસ્ત્રીશ્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાનઅને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ ૩૦ મી જાન્યુઆરીની મોડી રાત્રીના ૦૩:૩૦ કલાકે ભરૂચ તાલુકાના કડોદ ખાતેથીપસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાંઆવી હતી.
આ તપાસ દરમ્યાન ૦૨ (બે) યાંત્રિક નાવડીઓ, ૦૨ (બે) ઍક્સેવેટરમશીન દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું તેમજ વાહન ટ્રક નંબર- (૧) GJ-16-AV-2611 (૨) GJ-16-AW-0664(૩)GJ-16-AV-8496 (૪) GJ-16-AW-0744 (૫) GJ-16-AW-8994 માંસાદીરેતી ખનીજ ભરીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવતું હોવાથીતમામ મળી ૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ હેડ ક્વાટર ખાતેરાખવામાં આવ્યા છે.
વધુમાં તપાસ ટીમનાં સર્વેયર દ્વારા જગ્યા પરની સાદીરેતી ખનીજનાજથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહીહાથ ધરવામાં આવી છે.