વલસાડ જિલ્લામાં નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની નવીનતમ તાલુકા પંચાયત કચેરીનું ઉત્સાહભેર લોકાર્પણ કરાયો…
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લામાં નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની નવીનતમ તાલુકા પંચાયત કચેરીનું ઉત્સાહભેર લોકાર્પણ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઇ, રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલ, લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
નવનિર્મિત નાનાપોંઢા તાલુકાના વિકાસને વેગ આપવામાં તેમજ નવા તાલુકાના વહીવટી માળખાને લગતી કામગીરીને સશક્ત અને સુવિધાસભર બનાવવામાં આ પંચાયત બિલ્ડિંગ કેન્દ્રની ભૂમિકા ભજવશે.
આ સમારોહમાં પૂર્વ મંત્રી તેમજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુર ના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જીલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, જીલ્લા તાલુકા સંગઠન હોદ્દેદારો, જીલ્લા પંચાયત ના પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારી, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ ઐતિહાસિક દિવસના સાક્ષી બન્યા હતા.