Vinchhchiya: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા ખાતે રૂ.૬.૩૩ કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યુ
તા.૩/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Vinchhchiya: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા ખાતે રૂ.૬.૩૩ કરોડનાં વિકાસનાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કર્યુ હતું.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા ગામે ભૂગર્ભ ગટર, સી.સી. રોડ તથા પેવર બ્લોક માટે વિંછીયા ભૂગર્ભ ગટર ભાગ-૨ યોજનાનાં કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
જેમાં સત્યજીત સોસાયટી મુખ્ય શેરી, ખોડીયાર પરા વિસ્તાર, શરમાળીયાથી જૂની પાંજરાપોળ વિસ્તાર, જીનપરા વિસ્તાર સહિતના વિસ્તારમાં સી.સી.રોડ તેમજ પેવર બ્લોકની કામગીરીનું મંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યુ હતું.
કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાને અગ્રણીઓ તેમજ સ્થાનિક રહીશોએ આવકારી તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વિંછીયા પંથકનો વિકાસ સતત આગળ વધી રહ્યો છે. આ પંથકને જરૂરી તમામ સવલતો મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પાણી, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, ઇન્ફાસ્ટ્રક્ચર સહિત તમામ ક્ષેત્રે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો હોવાનું પાણી પુરવઠા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ભુપતભાઈ રોજાસરા તેમજ અગ્રણીઓ શ્રી રમેશભાઈ, શ્રી વલ્લભભાઈ, શ્રી હિતેષભાઈ, શ્રી સાગરભાઈ, શ્રી પોપટભાઈ, સરપંચશ્રી ચતુરભાઈ રાજપરા, ઉપસરપંચશ્રી ઘનશ્યામભાઈ રોજાસરા સહિતના મહાનુભાવોશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યાં હતા.