GUJARATJUNAGADHKESHOD

મેંદરડા ખાતે સર્વ સમાજના લોકો દ્વારા ડે .કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

મેંદરડા ખાતે સર્વ સમાજના લોકો દ્વારા ડે .કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

મેંદરડા સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા મેંદરડા સ્વામિનારાયણ મંદિર થી પ્રાંત કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે જઇ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ સાથે તમામ ભાઈ બહેનો દ્વારા અમરેલીમાં જે અધટીત ઘટના બની છે પાટીદાર સમાજની એક દીકરીને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને દીકરીને ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને રાત્રિના સમયે એ દીકરીનું કન્સ્ટ્રક્શનના બહાને સરઘસ કાઢવામાં આવ્યું છે એ ખોટું છે અને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે આ ઘટનાને ગ્રામજનો દ્વારા વખોડી કાઢવામાં આવી છે. અને આ ઘટનાનો સખત વિરોધ કરવામાં આવ્યો છે પાટીદાર સમાજની દીકરી હોય કે પણ કોઈ પણ સમાજની દીકરી આવી ઘટના ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે આવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું અને આ દીકરી પર થયેલી ફરિયાદ રદ કરવામાં આવે અને દીકરીને નિર્દોષ છોડવામાં એવી પણ માંગ કરવામાં આવી છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!