NAVSARINAVSARI CITY / TALUKO
નવસારી ખાતે વિજયાદશમી ઉત્સવ બન્યો ઇતિહાસ,નવસારીમાં સૌપ્રથમવાર ભવ્ય અને અનોખો રાવણ દહન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારીમાં વિજયાદશમીનો પાવન તહેવાર ધર્મ તથા સત્યની જીતના પ્રતિકરૂપે ભવ્ય રીતે ઉજવાયો. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુંસીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨ ઓક્ટોબરે રાવણ દહન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક રાવણ દહન કાર્યક્રમમાં ૪૦૦૦ થી વધુ શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ અવસરે ધારાસભ્ય નવસારી, મહાનગર પાલિકા કમિશનર,જિલ્લા વિકાસ અધિકારી તથા સમાજના આગેવાનોની આગવી ઉપસ્થિતિ રહી. અંદાજે ૪૦૦૦ જેટલા નાગરિકોએ ઉપસ્થિત રહી ધર્મના વિજયનું આ અનોખું દ્રશ્ય નિહાળ્યું
રાવણ દહન બાદ ઝગમગતી આતશબાજીથી સમગ્ર આકાશ ઉજ્જવળ થઈ ઉઠ્યું. નવસારીના ઇતિહાસમાં સૌપ્રથમવાર આટલી ભવ્યતા સાથે યોજાયેલા આ કાર્યક્રમને શહેરજનોએ યાદગાર બનાવ્યો