GUJARATKUTCHMANDAVI

કચ્છ જીલ્લામાં જિલ્લા કક્ષાના “પોષણ ઉત્સવ ૨૦૨૫” જીલ્લા પંચાયત ખાતે ઉજવવામાં આવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૦૨ ઓક્ટોબર : માન. જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં તેમજ પ્રોગ્રામ ઓફિસર ના માર્ગદર્શનથી પોષણ પ્રત્યે જાગૃતિ વધારવા અને વિવિધ પોષક તત્વોથી ભરપૂર વાનગીઓનું પ્રદર્શન કરવાના ઉદ્દેશ્ય સાથે આ ઉત્સવનું આયોજન થયું હતું. આ ઉત્સવનો મુખ્ય ભાગ પોષ્ટિક વાનગી સ્પર્ધા હતો.આઈસીડીએસના તમામ લાભાર્થી બાળકો,કિશોરીઓ,સગર્ભા,મહિલા અને ધાત્રી માતા તથા છેવાડાના લોકો સુધી ટેક હોમ રાશન (માતૃ શક્તિ,બાલ શક્તિ અને પૂર્ણા શક્તિ)મિલેટ(શ્રી અન્ન) અને સરગવા માંથી બનતી પોષણયુક્ત વાનગીઓ વિષે જાગૃતિ કેળવાય,આંગણવાડી કેન્દ્ર મારફત અપાતા THR(માતૃ શક્તિ,બાલ શક્તિ અને પૂર્ણા શક્તિ) મિલેટ(શ્રી અન્ન) અને સરગવાના પોષણ મુલ્યો અંગેની જાગૃતતા અને ઉપયોગ અંગે પ્રોત્સાહન આપવાનો હતો.તા. ૦૧/૧૦/૨૦૨૫ના કચ્છ જિલ્લાના 19 ઘટકમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ આંગણવાડી કાર્યકર દ્વારા વિવિધ પોષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ.જેમાંથી મિલેટ અને THR (ટેક હોમ રાશન) માંથી વાનગી બનાવામાં આવી. કુલ 57 THR માંથી અને મિલેટ માંથી કુલ -57 વાનગી બનાવવામાં આવી. જેમાં રાજગરો, સામો,બાજરો,જુવાર, કોદરી, રાગી, મકાઇ વગેરે મિલેટ તેમજ પૂર્ણા શક્તિ,માતૃશક્તિ, બાલ શક્તિમાંથી મુઠીયા, પુડલા,ઈડલી,લાડુ,સુખડી, ઢોકળાં, ખીર,ચોકલેટ,પેટીસ, સુખડી રોલ, કોદરી ખીર, રાગીના લાડુ,બિસ્કીટ, ટીક્કી, ગુલાબ જાંબુ,ચકરી, બાજરીના લોટ માંથી પુડલા,શક્કર પારા,જુવારની ટીક્કી,વડા, મકાઇ,જુવાર,પાલકના ઢોસા,,કેક બાલશક્તિના કોકો નટ રોલ,બાળ શકિતની ડેરી મિલ્ક,મોહન થાળ,ખીચડી,ફ્રેન્કી ,ગુંદર પાર્ક, સરગવાની પૂરી,જેવી કુલ 114 વાનગી બનાવવામાં આવીTHR માંથી બનાવેલ વાનગી સ્પર્ધામાં પ્રથમ નંબર અનિલાબેન કિરણભાઈ ચૌહાણ ભુજ -૩, દ્વિતીય નંબર ફુલાણી ઉમાબેન અબડાસા –ઘટક -૨,તૃતીય નંબર ખાંભલા જશોદાબેન નારણ અંજાર -૨ તેમજ મિલેટ વાનગી સ્પર્ધામાં પ્રથમ નંબર ખાંભલા જશોદાબેન નારણ અંજાર -૨ ,દ્વિતીય નંબર જ્યોતિબેન રસિકલાલ સોની નખત્રાણા-ઘટક -૧, તૃતીય નંબર શ્રીમાળી સંગીતાબેન નરેશ ,અંજાર -૧, પ્રાપ્ત કરેલ. જિલ્લા વાનગી સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ પ્રમાણ પત્ર આપવામાં આવ્યા. પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ આંગણવાડી કાર્યકર ઝોન કક્ષાએ ભાગ લેશે. નિર્ણાયક તરીકે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી અવનીબેન દવે તેમજ ગુજરાત યોગ કોચ,યોગ આહાર એક્સપર્ટ નેહલ બેન પંડયા દ્વારા નિર્ણય આપવા આવ્યોં.પ્રોગ્રામનું સંચાલન DPA -1 લક્ષ્મીબેન સેગલીયા દ્વારા કરવામાં અ આવ્યું અને આભાર વિધિ માન.પ્રોગ્રામ ઓફિસર શ્રી ડી.ડી. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. પ્રોગ્રામ ને સફળ બનાવવામાં સમગ્ર Icds સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!